અકસ્માતમાં એક મહિલા ઈજાગ્રસ્ત બનતા સારવાર અર્થે ખસેડવામાં આવી; પાટણ જિલ્લાના શંખેશ્વર હાઇવે પર શુક્રવારના રોજ બે બાઈકો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બંને બાઇક ચાલકોના મોત નીપજ્યા હતા જ્યારે એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ અકસ્માતના બનાવવાની મળતી હકીકત મુજબ શંખેશ્વરના પાડીવાડા ગામના જગદીશભાઈ કાંતિજી ઠાકોર તેમના પત્ની અને બાળક સાથે બાઈક પર પંચાસર ગામે જઈ રહ્યા હતા. ત્યારે શંખેશ્વર માર્ગ પર આવેલા રામદેવપીર મંદિર પાસે સામેથી આવી રહેલા અન્ય એક બાઈક સાથે તેમનું બાઈક ધડાકાભેર અથડાતાં આ અકસ્માતમાં જગદીશ ભાઈ ઠાકોર અને સામેના બાઈક ના ચાલક પચાણ ભાઈ કનુભાઈ જાદવ (રહે. શંખેશ્વર)નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે જગદીશભાઈ ના પત્ની કેસરબેન ને ગંભીર ઈજાઓ થતાં તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શંખેશ્વર માર્ગ પર બનેલા અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બે બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બન્ને બાઈક ચાલકોના મોતને પગલે પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી.

