મુંબઈ એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી મળી છે. મુંબઈ ડોમેસ્ટિક એરપોર્ટ (T1) ખાતે CISF કંટ્રોલ રૂમને બુધવારે બપોરે ધમકીભર્યો કોલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મોહમ્મદ નામનો વ્યક્તિ મુંબઈથી અઝરબૈજાન વિસ્ફોટક સામગ્રી લઈ જઈ રહ્યો હતો. આ કોલથી એરપોર્ટ પર હલચલ મચી ગઈ હતી.
સીઆઈએસએફની ટીમે તરત જ મામલાને ગંભીરતાથી લીધો અને સહાર પોલીસ સ્ટેશનને એલર્ટ કર્યું, જેના પગલે પોલીસ કર્મચારીઓની એક ટીમ એરપોર્ટ પર તૈનાત કરવામાં આવી અને વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી.
વિસ્ફોટક સામગ્રી મળી નથી
સાવચેતીના પગલા તરીકે, એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ મુસાફરોની વિગતો ચકાસી રહી છે. અધિકારીઓએ કહ્યું કે હજુ સુધી કોઈ વિસ્ફોટક સામગ્રી મળી નથી, પરંતુ સમગ્ર પરિસ્થિતિની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.