તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતાં ટિમ રવાના થઈ હતી; શુક્રવારે પાટણ અને રાજકોટ જિલ્લા કલેકટર કચેરીને ઈ-મેલ થકી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જ્યાં બૉમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી.જે બનાવના પગલે સાંજે પાલનપુર કલેકટર કચેરી ખાતે પણ બનાસકાંઠા પોલીસની બૉમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડ અને સ્થાનિક પોલીસની ટીમ કલેકટર કચેરી પહોંચી હતી. પરંતુ તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી આવતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
- April 12, 2025
0
504
Less than a minute
You can share this post!
editor

