પાટણના સાંતલપુર તાલુકાના કોરડા ગામે ક્લિનિક ખોલી કોઈપણ જાતની ડીગ્રી વગર બીમાર વ્યક્તિઓની સારવાર કરતો બોગસ તબીબ સુરેશ ઠાકોર ને પાટણ જિલ્લા પોલીસની એસ ઓ જી ટીમે ઝડપી તબીબના ક્લિનિક માંથી રૂપિયા 13 લાખ ઉપરાંતની એલોપેથી દવાઓનો જથ્થો જપ્ત કરી તેના વિરુદ્ધ વારાહી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવ્યો હતો. પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાંડની માંગણી કરવામાં આવતા કોટ દ્રારા તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ જિલ્લા સાંતલપુર તાલુકાના વારાહીના કોરડા ગામે પાટણ જિલ્લા ની એસઓજી પોલીસે એક બોગસ તબીબને ઝડપી પાડ્યો હતો. કોરડાના સુરેશ ભાઈ પાંચાભાઇ ઠાકોરે એ પોતે ડોકટર ના હોવા છતાંય એના નામ આગળ પાંચાણીયા ક્લિનિક ICU બેડ સાથેનું દવાખાનું ચલાવતો હતો. જે પેસન્ટ આવે છે એમની જિંદગીની પરવા કર્યા વગર એ પેસન્ટનું મૃત્ય થઈ શકે છે એ જાણતો હોવા છતાંય એલોપેથિક દવા અને ઈન્જેક્શન આપતો હતો. પોતે ડોક્ટર ન હોવા છતાં ગંભીર પ્રકારની બીમારીની સારવાર તે પોતે જાતે કરતો હતો. જેને પગલે ત્યા એસઓજી એ રેડ કરી એલોપેથિક દવાઓ અને સાધનો મળી કુલ રૂ 13 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી વારાહી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેની હાલમાં તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું. હાલ ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.