ફાયર બ્રિગેડની ટીમે લાશને બહાર કાઢી પીએમ અર્થે ખસેડી; પાલનપુરમાં ગટરના ગંદા પાણીથી છલોછલ ભરાયેલા ગોબરી તળાવમા એક યુવકની તરતી લાશ જોવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી.જેથી દોડી આવેલી પોલીસે ફાયર બ્રિગેડની મદદથી લાશને બહાર કાઢી પીએમ અર્થે મોકલી આપી હતી.
પાલનપુરમાં જગાણા રોડ પર આવેલ ગોબરી તળાવમાં હાલ ગટરનું પાણી ભરેલું છે. જેમાં સવારના સમયે એક અજાણ્યા યુવકનો મૃતદેહ તરતો જોવા મળતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તળાવમાં લાશને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. પોલીસે મૃતકની તપાસ કરતા તે આકેસણ ગામનો યોગેશજી વશરામજી ઠાકોર હોવાનું જાણવા મળતા બનાવ અંગે મૃતકના પરિવારને જાણ કરી લાશને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મોકલી હતી અને મૃતકનું ક્યા કારણોસર તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે?તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.