મહિલા સાથે બ્લેકમેઇલ; આરોપીની ફોટા પરિવારજનોને મોકલી દેવાની ધમકી ફરિયાદ દાખલ

મહિલા સાથે બ્લેકમેઇલ; આરોપીની ફોટા પરિવારજનોને મોકલી દેવાની ધમકી ફરિયાદ દાખલ

રાધનપુરની 32 વર્ષીય પરિણીત મહિલા સાથે સોશિયલ મીડિયા પર પરિચય કેળવી પંજાબના લુધિયાણાના 23 વર્ષીય ગુરુચરણ સિંગે ગંભીર ગુનો આચર્યો છે. શેરચેટ, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ મારફતે મહિલા સાથે સંપર્કમાં આવ્યા બાદ યુવકે મહિલા પાસેથી મોબાઇલ મારફતે ફોટા મેળવ્યા હતા. આરોપીએ મહિલાના ફોટાને ન્યુડ બનાવી તેને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. ધમકી આપી મહિલા પાસેથી રૂ. 10,000 પડાવી લીધા હતા. એટલું જ નહીં, આરોપીએ મહિલાના ફોટા તેના પરિવારજનોને મોકલી દેવાની ધમકી આપી હતી. બ્લેક મેઇલિંગના કારણે મહિલાને અમદાવાદ અને મહેસાણાના ગેસ્ટહાઉસમાં બોલાવી આરોપીએ તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. આ ઘટના ઓક્ટોબર 2023થી જૂન 2025 દરમિયાન બની હતી. મહિલાએ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે BNS 2023ની કલમ 64(1), 308(1), 308(2), 351(1), 351(3) અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી PI એમ.કે. ચૌધરીએ તપાસ શરૂ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *