પાટણ શહેરમાં છેલ્લા સાત વર્ષથી નવું આઈકોનિક બસ સ્ટેશન બિલ્ડિંગનું નિર્માણકાર્ય અધૂરું છે. આ દરમિયાન હાઈવે પર બનાવવામાં આવેલા વૈકલ્પિક બસ સ્ટેશનની સ્થિતિ અત્યંત ખરાબ છે. વરસાદી સિઝનમાં પ્લેટફોર્મ પર પાણી ભરાઈ જવાથી કાદવ-કીચડની સમસ્યા સર્જાઈ છે. મુસાફરોને બસમાંથી ઉતરીને પ્લેટફોર્મ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. બસ સ્ટેન્ડના મુખ્ય પ્રવેશદ્વાર પાસે મોટો ખાડો પડ્યો છે. કેમ્પસની અંદર પણ અનેક જગ્યાએ ખાડાઓ પડ્યા છે. આ ખાડાઓમાં વરસાદનું પાણી ભરાઈ જવાથી મુસાફરોને આવવા-જવામાં મુશ્કેલી પડે છે. મુસાફરોએ બસમાંથી ઉતર્યા બાદ કાદવ-કીચડમાંથી પસાર થવું પડે છે. આ સમસ્યાના કારણે મુસાફરોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે.
- June 29, 2025
0
309
Less than a minute
Tags:
You can share this post!
editor

