ભાજપે કડી થી રાજેન્દ્ર ચાવડા અને વિસાવદર કિરીટભાઈ પટેલની ઉમેદવારીની જાહેરાત કરી

ભાજપે કડી થી રાજેન્દ્ર ચાવડા અને વિસાવદર કિરીટભાઈ પટેલની ઉમેદવારીની જાહેરાત કરી

ગુજરાતમાં યોજાઈ રહેલી વિધાનસભા પેટાચૂંટણી માટે શાસક ભારતીય જનતા પાર્ટીએ બે બેઠકો માટેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ગુજરાતના કડી અને વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે. આ માટે મતદાનની તારીખ ૧૯ જૂન નક્કી કરવામાં આવી છે. ભાજપે રાજેન્દ્ર ચાવડા અને કિરીટભાઈ પટેલની ઉમેદવારીની જાહેરાત કરી હતી. પાર્ટીએ કડીથી ચાવડાને અને વિસાવદરથી પટેલને મેદાનમાં ઉતાર્યા છે.

આજે કડી-વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ છે. ગઈકાલે મોડીરાત્રે ભાજપે કડીમાં રાજેન્દ્ર ચાવડા તેમજ વિસાવદરમાં કિરીટ પટેલને ટિકિટ આપી છે, તો કોંગ્રેસે કડીમાં પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા તેમજ વિસાવદરમાં ભેંસાણ તાલુકા પ્રમુખ નીતિન રાણપરિયાને ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટી તરફથી વિસાવદરમાં ગોપાલ ઈટાલિયા અને કડીમાં જગદીશ ચાવડા ધારાસભ્ય પદની ચૂંટણી લડશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *