ડીસાના ઝેરડા નજીક વાહનની ટક્કરે બાઇક સવાર યુવકનું મોત બેને ગંભીર ઇજા

ડીસાના ઝેરડા નજીક વાહનની ટક્કરે બાઇક સવાર યુવકનું મોત બેને ગંભીર ઇજા

ડીસા તાલુકાના ઝેરડા નજીક રવિવારે બાઇકમાં પેટ્રોલ પુરાવી હાઇવે ઉપર પસાર થઇ રહેલા ત્રણ યુવકોને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. જેમાં એકનું મોત થયું હતુ. જ્યારે બે જણાંને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ડીસા તાલુકાના ઝેરડા થી પમરૂ માર્ગ ઉપર રવિવારે બાઇક નં. જીજે. 08. સી.એ. 0576માં પેટ્રોલ પુરાવી દાંતીવાડા તાલુકાના વાઘરોળના હરેશભાઇ દિનેશભાઇ છત્રાલીયા (ઉ.વ. 20) ડીસાના જાવલના શૈલેષભાઇ મણાભાઇ સોલંકી (ઉ.વ.21) અને દાંતીવાડા તાલુકાના વાઘરોળના દિપકભાઇ રમેશભાઇ છત્રાલીયા (ઉ.વ.20) હાઇવે ઉપર પસાર થઇ રહ્યા હતા. ત્યારે પાછળથી અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. જેમાં દિપકભાઇ છત્રાલીયાનું મોત થયું હતુ. આ અંગે ભુરાભાઇ દરગાભાઇ ડાભીએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *