રૂ. ૫૬૫૭૦ ના મુદ્દામાલ સાથે તમામ સામે કાર્યવાહી
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને સરહદી રેન્જ કચ્છ ભુજ તથા વાવ-થરાદ જીલ્લા એસપી ચિતન તેરૈયાની સુચના મુજબ જીલ્લા પેરોલ-ફર્લો સ્કોડ પોલીસ ભાભર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલ ખાનગી માહીતીના આધારે કુવાળા ગામની સીમમાં આકસ્મિક રેડ પાડી સાત જેટલા ઈસમોને જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે બે મોબાઈલ અને રુપિયા 5500 સહીત 56570 નો મુદામાલ ઝડપીને તમામ ઈસમો સામે ભાભર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં પકડાયેલા ઈસમોમાં ભવાનજી ધરમસીજી ઠાકોર રહે.શુભમ સોસાયટી દિયોદર, નરેશભાઈ પ્રભુભાઈ પરમાર રહે.જૂની ભીલડી તા.ડીસા,વિનોદભાઈ જોરાભાઈ ઠાકોર રહે.કુવાળા તા.ભાભર ,જોરાજી લાધાજી ઠાકોર રહે. શુભમ સોસાયટી દિયોદર, દિનેશજી રામચંદજી ઠાકોર રહે.અબાસણા તા.ભાભર ,ખોડીદાસ મુક્તિલાલ ઠક્કર રહે,ઉંબરી તા.કાંકરેજ,રમેશભાઈ સોમાજી ઠાકોર રહે.બેડા તા.ભાભરને ભાભર પોલીસ મથકે લાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

