ભાભરમાં મારામારી કરતાં બે લોકોને પેટ્રોલિંગમાં રહેલા કોન્સ્ટેબલે રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કોન્સ્ટેબલને લૂંટી લેનાર ચાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. ભાભર પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર ચાર આરોપીઓનું રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું છે. રક્ષાબંધનના દિવસે આ હુમલાની ઘટના બની હતી. રક્ષાબંધનના દિવસે નગરપાલિકાના કર્મીને માર મારતા હોઈ છોડાવવા જઈ રહેલા પોલીસ કોસ્ટેબલ પર હુમલો કરી મોબાઈલ લૂંટી લેવામાં આવ્યા હતા.આ ચાર આરોપીઓને ભાભર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી આજરોજ ચારેય આરોપીઓનું રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું છે. ભાભર પોલીસ દ્વારા પોલીસ પર હુમલો કરનાર ચાર આરોપીઓનું ભાભરની બજારોમાં તેમજ ભાભર હાઇવે ઉપર ફેરવી ઉઠક બેઠક કરાવી અને રી કન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
- August 11, 2025
0
158
Less than a minute
You can share this post!
editor

