પાલનપુરના વોર્ડ 4 માં લઘુમતી સમાજના લોકોની સંખ્યા વધુ હોવાથી આ વિસ્તારમાં કોંગ્રેસ પેનલ ચૂંટાઈને આવે છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી વિવિધ સમસ્યાઓથી કંટાળેલા લોકો હવે જાહેરમાં કોંગ્રેસનો વિરોધ કરતા નજરે પડી રહ્યા છે. ત્યારે પાલનપુરના ડાયરાવાસ વિસ્તારમાં કોંગ્રેસના નગરસેવકોને પ્રવેશ ન કરવો તે પ્રકારના બેનરો લગાવવામાં આવ્યા છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણી પહેલા પાલનપુરના વોર્ડ નંબર 4ના ડાયરાવાસ વિસ્તારમાં કોંગ્રેસનો વિરોધ જોવા મળી રહ્યો છે લોકોએ કોંગ્રેસના નગરસેવકો સામે પોતાનો રોષ વ્યક્ત કરી પોતાના વિસ્તારમાં પ્રવેશ ન કરવા માટેના બેનરો લગાવ્યા છે. સ્થાનિક લોકો રોડ રસ્તા ગટર સાફ-સફાઈ સહિતના મુદ્દાઓને લઈ હાલાકી ભોગવવા માટે મજબૂર બની છે પરંતુ આ તમામ સમસ્યાઓના નિવારણ માટે જાણે કોંગ્રેસ નિષ્ફળ ગઈ હોય તે પ્રકારે હવે કોંગ્રેસના ગઢ ગણાતા નાનીબજારના ડાયરા વાસ વિસ્તારમાં કોંગ્રેસ વિરોધી બેનરો જોવા મળી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં આ વિસ્તારોમાં કોંગ્રેસ સામે જે આક્રોશ છે તેને લઈ ચૂંટણીના પરિણામો ઉપર આ બેનરો અને આ આક્રોશ કેટલી અસર કરે છે તે તો આગામી સમયમાં જોવું રહ્યું.
- August 13, 2025
0
146
Less than a minute
You can share this post!
editor

