બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં નોંધાયા છે. વરસાદથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. સાંજના સમયે અચાનક શરૂ થયેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. જોકે, હવામાન વિભાગે જિલ્લામાં હજુ પણ અતિ ભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના જળાશયો હાલ ખાલીખમ સ્થિતિમાં છે. આ કારણે ખેડૂતો વધુ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું પુરાગમન થતાં લોકો અને ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. છેલ્લા ઘણા દિવસોથી વરસાદની રાહ જોવાઈ રહી હતી અને આખરે મેઘરાજાને અંબાજી અને આસપાસના વિસ્તારોમાં મહેર કરી છે. ઘણા દિવસોથી વરસાદની રાહ જોઈ રહેલા નાગરિકોને ગરમી અને બફારામાંથી રાહત મળી છે. જોકે, હજુ પણ જિલ્લાના અન્ય ભાગોમાં સારો વરસાદ પડે તે જરૂરી છે
- August 17, 2025
0
198
Less than a minute
You can share this post!
editor

