બનાસકાંઠા ભુસ્તર વિભાગનો તરખાટ; એક માસમાં 145 ખનીજ ચોરીના કેસ

બનાસકાંઠા ભુસ્તર વિભાગનો તરખાટ; એક માસમાં 145 ખનીજ ચોરીના કેસ

ભૂસ્તર વિભાગે છેલ્લા ચાર મહિનામાં 469 ખનીજ ચોરીના કેસ ઝડપી 52.75 કરોડની વિક્રમજનક આવક મેળવી

ગુજરાતમાં ખનીજ ચોરીના બનાવો સતત વધી રહ્યાં છે. ખનીજ માફિયાઓ દિવસે દિવસે બેખૌફ રીતે રેતીનું ખનન કરી રહ્યાં છે. ત્યારે ગઈ કાલે થરાદ પોલીસે રોયલ્ટી વિના રેતી ભરેલી 6 ટ્રકો ઝડપી પાડી હતી. ઓવર લોડ રેતી ભરેલી ટ્રકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લાની વાત કરીએ તો ભૂસ્તર વિભાગે એક માસમાં ખનીજ ચોરીના 145 કેસ નોંધ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો છે. એક જ મહિનામાં ખનીજ ચોરીના 145 કેસ નોંધ્યા છે અને 2.33 કરોડ રૂપિયાની આવક પણ મેળવી છે. ભૂસ્તર વિભાગે ખનીજ ચોરી કરીને દાદાગીરી કરતા માફિયાઓ સામે બે પોલીસ ફરિયાદ નોંધાવી છે. છેલ્લા ચાર મહિનામાં 52.75 કરોડની વિક્રમજનક આવક મેળવી છે.

બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગે ચાર મહિનામાં 469 ખનીજ ચોરીના કેસ ઝડપ્યા છે. સમગ્ર ગુજરાતમાં ખનીજ ચોરીના કેસ અને દંડ વસૂલાતમાં બનાસકાંઠા જિલ્લાએ બાજી મારી છે. રાજ્યમાં નદીમાંથી થતી ખનીજ ચોરીના અનેક બનાવો સામે આવ્યાં છે. અધિકારીઓ દ્વારા રેડ પાડવા અંગેની ખનીજ માફિયાઓને અગાઉથી જાણ થતી હોવાની બાતમી મળવાના પણ આક્ષેપ થતાં હોય છે. ત્યારે બનાસકાંઠા ભૂસ્તર વિભાગે ખનીજ માફિયાઓ સામે સપાટો બોલાવી દીધો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *