ભાજપ કિસાન મોરચાના રાષ્ટ્રીય કારોબારી સભ્યએ ભાજપ કિસાન મોરચાના ગુજરાત પ્રદેશના મહામંત્રી ને સાથે ખેડૂતોને મળતર માટે માંગ કરી
બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે ખેડૂતોને બાજરી અને મગફળીના પાકમાં થયેલા વ્યાપક નુકસાનને લઈ ભાજપ કિસાન મોરચાના રાષ્ટ્રીય કારોબારી સભ્યએ ભાજપ કિસાન મોરચાના ગુજરાત પ્રદેશના મહામંત્રી ને સાથે રાખી કૃષિ મંત્રીને ગાંધીનગર ખાતે લેખિત રજૂઆત કરી હતી. અને ખેડૂતોને જલ્દીથી મળતર મળે તેવી માંગ કરી હતી.
બનાસકાંઠામાં ચાર પાંચ દિવસ પહેલા પડેલા વરસાદ ને લીધે ખેડૂતો ને બાજરી અને મગફળી સહિતના તૈયાર પાકમાં વ્યાપક નુકસાન થયું હતું.જેને લઇ ખેડૂતોને આર્થિક મોટું નુકસાન થયું હતું. જેના લીધે બનાસકાંઠાના વડગામ તાલુકાના સીસરાના ગામના ભાજપ કિસાન મોરચાના રાષ્ટ્રીય કારોબારી સભ્યએ ભાજપ કિસાન મોરચાના ગુજરાત પ્રદેશના મહામંત્રીને સાથે રાખી ગાંધીનગર ખાતે માન.કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને રૂબર મળીને લેખિતમાં રજૂઆત કરી હતી. અને જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં જે ખેડૂતોને પાકમાં મોટું નુકશાન થયું છે. તેનું સરકાર દ્વારા યોગ્ય સર્વે કરવામાં આવે ઝડપથી ખેડૂતોને તેનું વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી.

