બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાનું પાલન કરનાર વાહન ચાલકોનું સન્માન

બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાનું પાલન કરનાર વાહન ચાલકોનું સન્માન

પોલીસ દ્વારા નવો અભિગમ અપનાવી વાહન ચાલકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ

પાલનપુર એરોમા સર્કલ ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ ,પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ દ્વારા કાયદાનું પાલન કરનાર વાહન ચાલકોને એવોર્ડ આપી સન્માનિત કરાયા. પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવે તે અંગે જનજાગૃતિ આવે તે પ્રકારે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

પોલીસ દ્વારા જે વાહન ચાલકો કાયદાનું પાલન ના કરતા હોય તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. અને કાયદો તોડનાર વાહન ચાલકોને દંડ આપવાથી લઈને ડિટેઇન કરવા સુધી અલગ અલગ પ્રકારની  કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. દંડ વસુલવામા પણ આવતો હોય છે પરંતુ બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક, પોલીસ શહેર ટ્રાફિક પોલીસ, તેમજ પશ્ચિમ પોલીસ દ્વારા શહેરના એરોમાં સર્કલ ખાતે એક નવો અભિગમ અપનાવવામાં આવ્યો હતો.

જેમાં જાન્યુઆરી 2026 રોડ સેફટી મંથ અંતર્ગત  હેલ્મેટ પહેરીને વાહન ચલાવતા કાયદાનું પાલન કરતા ટુ વ્હીલર ચાલકો, સીટબેલ્ટ પહેરીને  વાહન ચલાવનાર ફોરવ્હીલ ચાલકોને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા. જે થકી અન્ય વાહન ચાલકોમાં પણ ટ્રાફિક અવરનેસ આવે અને અન્ય વાહન ચાલકો ટ્રાફિકના કાયદાનું પાલન કરે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ડીવાયએસપી કૃણાલસિંહ પરમાર, જિલ્લા ટ્રાફિક પી.આઈ. એ.વી.જાડેજા , પશ્ચિમ પોલીસ મથકના પીઆઇ એ.કે.દેસાઈ, શહેર ટ્રાફિક પી.એસ.આઇ. એચ.પી.દેસાઈ સહિતના પોલીસ કર્મીઓ જોડાયા હતા. પોલીસના આ કાર્યને જોઈ અન્ય વાહન ચાલકો પણ આશ્ચર્યમાં પડ્યા હતા અને હવે પછી અમે પણ હેલ્મેટ પહેરીશું અને સીટબેલ્ટ પહેરીને વાહન ચલાવીશું તેવું કહેતા નજરે પડ્યા હતા. પોલીસની આ કામગીરી શહેરભરમાં ચર્ચાનો વિષય બની હતી અને હંમેશા દંડ વસૂલતી પોલીસની કાર્યવાહીને લોકોએ વખાણી હતી.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *