ડીસા શહેરનું મહત્તમ તાપમાન ૪૧.૭ ડિગ્રીને પાર થયું
સરહદી વિસ્તારમાં આગ આંકતી ગરમીને લઈ માનવજીવન સહિત પશુ પંખીઓ પર અસર; બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ઉનાળાની ગરમીનો પ્રકોપ શરૂ થયો છે બે દિવસ અગાઉ ગરમીના પારામાં ઘટાડો નોંધાતા પ્રજાજનોને ગરમી માંથી આંશિક રાહત મળી હતી. પરંતુ ફરી એકવાર ગરમીનો પારો ઉચકાતા સરહદી વિસ્તારમાં આગ આંકતી ગરમીની શરૂઆત થઈ છે. માત્ર બે જ દિવસમાં ડીસા સહિત વિવિધ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો બે ડીગ્રી જેટલો ઊંચકાતા બપોરના ગરમી વધી છે. જેના કારણે જિલ્લામાં ફરી એકવાર ગરમી નો નવો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા પાંચેક દિવસથી ગરમીનું પ્રમાણઘટી ગયુ હતું. જેથી લોકોને રાહત મળી હતી. પરંતુ બે દિવસથી સતત તાપમનનો પારો ઊંચકાઈ રહ્યો છે જેને લઇને મંગળવારના બે ડિગ્રી તાપમાન વધી વધીને ૪૧.૭ ડિગ્રી થઈ ગયુ છે.
દિવસનું તાપમાન વધ્યું તો રાત્રીના તાપમાનમાં ઘટાડો નોંધાયો; બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં બપોરના સમયે આગ આંકતી ગરમી જોવા મળી રહી છે. ત્યારે રાત્રેના સમય દરમિયાન તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. મંગળવારની વહેલી સવારે લધુત્તમ તાપમાનના પારામાં ૨.૭ ના ધટાડા સાથે ૨૨.૩ ડિગ્રી નોંધાયો હતો. જ્યારે મંગળવારે સાંજે મહત્તમ તાપમાનમાં ૨ ડિગ્રીના વધારા સાથે ૪૩.૭ સાત ડિગ્રી નોંધાયો છે. જેથી વહેલી સવારે વાતાવરણમાં ઠંડક અને બપોરે આગ આંકતી ગરમી જોવા મળી રહી છે.
ગરમીનું પ્રમાણ વધતાં ખેતીના પાક માટે અનુકૂળ; આ અંગે કેટલાક ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ગરમીનું પ્રમાણ વધતા ખેતીના પાક માટે ખૂબ જ અનુકૂળ ગણવામાં આવી રહ્યું છે. જેમાં બાજરી મગફળી સહિત અન્ય પાકો માટે ગરમીનું પ્રમાણ વિશેષ રહેતા આ પાકોમાં વૃદ્ધિ પણ જોવા મળી રહી છે મિક્ષ વાતાવરણમાં આ પાકોમાં ઇયળ જેવા જંતુઓ નું પ્રમાણ જોવા મળી રહ્યું હતું પરંતુ ફરી એકવાર ગરમી શરૂ થતા પાક માટે અનુકૂળ છે


