બનાસકાંઠા જિલ્લામાં તા.૭ થી ૧૭ માર્ચ દરમિયાન ‘સેવા સેતુ ૨.૦’ કાર્યક્રમો યોજાશે

બનાસકાંઠા જિલ્લામાં તા.૭ થી ૧૭ માર્ચ દરમિયાન ‘સેવા સેતુ ૨.૦’ કાર્યક્રમો યોજાશે

આવક, જાતિ, નોન-ક્રીમીલેયર સહિતના વિવિધ પ્રમાણપત્રો અને યોજનાકીય લાભો એક જ સ્થળે મળશે

લાભ લેવા ઇચ્છુકોએ કાર્યક્રમના દિવસે સવારે ૯:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી અરજીઓ રજૂ કરવાની રહેશે

રાજ્ય સરકાર દ્વારા જનસેવાને વધુ સરળ, પારદર્શક અને સુલભ બનાવવા માટે અમલમાં મુકાયેલા ‘સેવા સેતુ ૨.૦’ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, વડગામ, ડીસા, કાંકરેજ, ઓગડ, દાંતા, હડાદ, અમીરગઢ, ધાનેરા તથા દાંતીવાડા તાલુકાઓ તેમજ પાલનપુર, ડીસા, ધાનેરા અને થરા નગરપાલિકા વિસ્તારોમાં વિવિધ ક્લસ્ટરો બનાવી સેવા સેતુ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દ્વારા ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓના લાભો એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ સેવા સેતુ કાર્યક્રમમાં આવક, જાતિ અને નોન-ક્રીમીલેયર જેવા વિવિધ પ્રમાણપત્રો, રેશનકાર્ડ, આધારકાર્ડ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ, હેલ્થ વેલનેસ કાર્ડ, કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગની વિવિધ યોજનાઓ હેઠળના વ્યક્તિગત લાભો, સિનિયર સિટિઝન પ્રમાણપત્ર, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય), નિરાધાર વૃદ્ધ સહાય તેમજ જમીનમાં નવી હક્કનોંધ દાખલ કરવા જેવી સેવાઓ માટે અરજીઓ કરી શકાશે.

કાર્યક્રમમાં લાભ લેવા ઇચ્છુકોએ કાર્યક્રમના દિવસે સવારે ૯:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન પોતાની અરજીઓ રજૂ કરવાની રહેશે. અને પ્રાપ્ત અરજીઓનો સ્થળ પર જ સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા નિકાલ કરવામાં આવશે. આથી સંબંધિત ગામોના નાગરિકોએ પોતાના પ્રશ્નો તથા માંગણીઓ રજૂ કરવા માટે નિયત સ્થળ અને સમયે ઉપસ્થિત રહેવા જિલ્લા કલેક્ટર, બનાસકાંઠા દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *