મહેસાણા જિલ્લાની હદ વિસ્તારમાં ડ્રોન ઉડાડવા તેમજ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

મહેસાણા જિલ્લાની હદ વિસ્તારમાં ડ્રોન ઉડાડવા તેમજ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

ભારત-પાકિસ્તાન બન્નેય દેશ વચ્ચે તણાવજનક સ્થિતિને પગલે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જશવંત કે જેગોડાએ 09 મે થી 15 મે સુધી મહેસાણા જિલ્લામાં કોઇપણ જાતના ડ્રોન ઉડાડવા તથા કોઇપણ જાતના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકેલ છે.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જે.કે.જેગોડાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ મળેલ સત્તાની રૂએ મહેસાણા જિલ્લાની હદ વિસ્તારમાં પ્રતિબંધ લાદ્યો છે. આ હુકમ 09 મે થી 15 મે સુધી અમલી રહેશે, આ હુકમના કોઇપણ ખંડનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર અથવા તેમ કરવામાં મદદગારી કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સપેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ હુકમનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ ગુનો દાખલ કરવા અધિકૃત કરેલ છે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જશવંત કે.જેગોડા દ્વારા જાહેરહિત માટે જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *