મહેસાણા જિલ્લા કલેકટર દ્વાર વહીવટી તંત્રની સજ્જતા સહિતની સ્થિતિની સમીક્ષા કરાઈ

મહેસાણા જિલ્લા કલેકટર દ્વાર વહીવટી તંત્રની સજ્જતા સહિતની સ્થિતિની સમીક્ષા કરાઈ

મહેસાણા જિલ્લા કલેકટર એસ.કે.પ્રજાપતિએ ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તંગદિલીના પ્રવર્તમાન વાતાવરણમાં જિલ્લાની સતર્કતા અને સજ્જતાની સમીક્ષા કરી હતી, તેમણે આપાતકાલમાં નાગરિક સંરક્ષણની ગતિવિધિઓ, આરોગ્ય સેવાઓ અને કોમ્યુનીકેશન નેટવર્ક સીસ્ટમ જાળવી રાખવા સહિતના વિષયોની સમિક્ષા કરીને માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં પ્રવર્તમાન સ્થિતિમાં જિલ્લાના કંટ્રોલરૂમ અને ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સતત કાર્યરત રહે તે માટેના સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા. તેમજ તમામ બાબતોની ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી. વધુમાં આપાત કાલીન સ્થિતિમાં સંપર્ક જળવાઈ રહે તે માટે હોટલાઇન, સેટેલાઈટ ફોન જેવા દૂરસંચાર અને સંપર્કના વૈકલ્પિક માધ્યમોની ચકાસણી કરી લેવાની પણ તાકીદ કરી હતી. હાલની તણાવપૂર્ણ સ્થિતિમાં નાગરિક સંરક્ષણની સજ્જતા, સુરક્ષિત સ્થાનો, સેઈફ હાઉસની ઓળખ તેમજ પાણી, ખોરાક અને અન્ય સંસાધનોની પર્યાપ્ત ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા પણ બેઠકમાં સૂચનાઓ આપી હતી.નાગરિકોને આવશ્યક વસ્તુઓનો અને પેટ્રોલ-ડીઝલ જેવા ફ્યુઅલનો પુરવઠો મેળવવામાં કોઈ તકલીફ ન રહે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા.

બેઠકમાં આરોગ્ય વિભાગ અને વાહન વ્યવહાર વિભાગ પણ પૂરી વ્યવસ્થાઓ અને મેન પાવર સાથે  કોઈપણ વિકટ સ્થિતિને પહોંચી વળવા સજ્જ રહે તેવા નિર્દેશો પણ આ સમીક્ષા બેઠકમાં આપ્યા હતા.તેમણે સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરી લેવા તેમજ મોબાઇલાઈઝેશન અને ચેતવણી માટેની વ્યવસ્થા ચકાસી લેવાની સ્પષ્ટ સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

જિલ્લાના તમામ અધિકારીઓની ઇમરજન્સી સિવાયની રજાઓ મંજુર ન કરવા તેમજ હેડક્વાટર્સમાં હાજર રહેવા પણ અનુંરોધ કર્યો હતો. જિલ્લા કલેકટરે લોકોમાં ખોટો ભય કે દહેશત ન ફેલાય અને અફવાઓથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે માટે લોકજાગૃતિ અભિયાન શરૂ કરવા પણ સૂચવ્યું હતું. લોકોને પણ  સરકારના વિવિધ વિભાગોના અધિકૃત સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પર આપવામાં આવતી સત્તાવાર માહિતી અને સમાચારો અને સૂચનાઓ પર  ધ્યાન આપવાનો તેમણે અનુરોધ કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *