લાંચ લેતા ઝડપાયેલા નાયબ કલેક્ટર અંકિતા ઓઝાના જામીન નામંજૂર

લાંચ લેતા ઝડપાયેલા નાયબ કલેક્ટર અંકિતા ઓઝાના જામીન નામંજૂર

સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર અને ઓ.એસ.રૂ.3 લાખની લાંચ લેતા ઝડપાયા હતા; પાલનપુરમાં સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રના મહિલા નાયબ  કલેક્ટર અને ઇન્ચાર્જ ઓ.એસ. ગત 25 ફેબ્રુઆરીએ રૂ.3 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા. જે કેસમાં મહિલા નાયબ કલેકટરની રેગ્યુલર જામીન અરજી ના-મંજૂર થઈ હોવાના અહેવાલ સાંપડયા છે.

બનાસકાંઠામાં ACBએ ત્રણ લાખની લાંચ લેતા નાયબ કલેકટર અંકિતા ઓઝા અને ઇન્ચાર્જ OS ઈમરાન નાગોરીને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ACB દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ઓફિસ અને જુદા જુદા સ્થળોએ તપાસ શરુ કરી છે. છેલ્લા બાર માસથી સ્ટેમ્પ ડ્યુટી ના વ્યવહારને લઈને નાયબ કલેક્ટર અંકિતા ઓઝા વિવાદમાં હતા.

ફરીયાદીના મિત્રના બે પ્લોટમાં સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વગર બાંધકામ કરી મકાન બનાવવામાં આવ્યું હતું. જેથી બાંધકામની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી તેમજ ઘટાડેલ સ્ટેમ્પ ડ્યુટીનું ચલણ ઝડપથી આપવા સારૂ એક મકાનના રૂ. 1,50, 000/- લેખે બે મકાનના રૂ. 3,00,000/- લાંચની માંગણી નાયબ કલેક્ટર અંકિતા ઓઝાના કહેવાથી ઇમરાનખાન બિસ્મીલ્લા ખાન નાગોરી, પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩, (ચાર્જ-કચેરી અધિક્ષક) નાઓએ કરી હતી.

લાંચના નાણાં ફરીયાદી લાંચિયા અધિકારીઓને આપવા માંગતા ન હોય તેમણે એ.સી.બી.નો સંપર્ક કરતાં ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતાં છટકા દરમ્યાન લાંચીયો અધિકારી ઇમરાનખાન બિસ્મીલ્લાખાન નાગોરીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી લાંચના નાણાં સ્વિકારી તે નાણાં નાયબ કલેક્ટર અંકિતા ઓઝાને તેમના ચેમ્બરમાં આપતા, સ્થળ ઉપર પકડાઇ ગયા હતા. જે કેસમાં રિમાન્ડ પુરા થતા લાંચિયા મહિલા અધિકારીને જ્યૂડીશયલ કસ્ટડી માં મોકલાયા હતા. જ્યાં તેઓએ રેગ્યુલર જામીન અરજી કરી હતી. જોકે, સેસન્સ કોર્ટે તેઓની જામીન અરજી ના-મંજૂર કરતા તેઓની જેલમુક્તિની આશા પર પાણી ફરી વળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *