છેલ્લા ૧૫ દિવસથી ગટરોની સફાઈ થતી નથી; ડીસાના વોર્ડ ૯માં આવેલ બડાપૂરા વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી ગટરોની સફાઈ ન થતાં સમગ્ર રોડ ગંદા પાણીથી ભરાઈ જતાં લોકોને રસ્તે ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. અને ગંદકીને લઈ બીમારીઓનો ઉપદ્રવ પણ વધી જતાં રહીશોમાં રોષ છવાયો છે. ડીસાના બડાપૂરા વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી ગટરોની સફાઈ ન થતાં અંગોતિયા વિસ્તારમાં આવેલ મોટી ગટરો ઉભરાઈ જતાં સમગ્ર ગંદુ પાણી રોડ પર ઉભરાતા ગંદા પાણીના સરોવરો ભરાઈ જતાં સ્થાનિક લોકોને ચાલવું મુશ્કેલ બની ગયું છે. આ અંગે સ્થાનિક રહીશ મુમતાઝભાઈ સોલંકીએ જણાવ્યું કે આ બાબતે નગરપાલિકામાં અનેક વાર રજૂઆત કરી પરંતુ કોઈ સફાઈ કરવા આવતું જ નથી. જ્યારે નગરપાલિકા દ્વારા સફાઈ વેરા, ઘર વેરાની વસુલાત કરાય છે પરંતુ પૂરતી સુવિધા ન આપતા સ્થાનિક લોકોએ નગરપાલિકા સામે રોષ ઠાલવી વિરોધ વ્યક્ત કર્યો હતો ત્યારે નવીન ઉત્સાહી પ્રમુખ નીતાબેન ઠકકર આ વિસ્તારની મુલાકાત લઈ સફાઈ કરાવી લોકોને પડતી તકલીફ દૂર કરે તેવી નગર જનોની માંગ છે.
- January 24, 2025
0
41
Less than a minute
You can share this post!
editor