ડીસા પંથકમાં આગોતરૂ વાવેતર થયેલ બટાટા નો પાક પરિપક્ત થતા બટાટા નિકળવાનું શરૂ થયુ

ડીસા પંથકમાં આગોતરૂ વાવેતર થયેલ બટાટા નો પાક પરિપક્ત થતા બટાટા નિકળવાનું શરૂ થયુ

ખેડૂતો દ્વારા બટાકા ની ખોદાઇ ની શરૂઆત કરી : ખેતર માં ૨૦૦ થી ૨૩૦ રૂપિયા પ્રતિ મણ ભાવ

માર્કેટયાર્ડોમાં પણ નવા બટાકા ની આવક શરૂ થઇ | કોલ્ડ સ્ટોરેજ ના જુના બટાટા પુર્ણ થયા

આગામી ફેબ્રુઆરીમાં માસમાં બટાટા ની સીઝન જામશે | કોલ્ડ સ્ટોરેજ ના પણ મુહૂર્ત થશે

બટાટાના પાક માટે અનુકૂળ વાતાવરણ મળી રહેતા સારૂ ઉત્પાદન : ખેડૂતો બટાકાનુ હબ ગણાતા ડીસા તાલુકામાં આગોતરૂ વાવેતર કરેલ ખેડૂતો એ બટાકા કાઢવાની શરૂઆત કરી દીધી છે જેને લઇ માર્કેટયાર્ડમાં પણ નવા બટાટાની આવક નોંધાઇ રહી છે ગત વર્ષે બટાટા ના મળેલા સારા ભાવો ને લઇ આ વર્ષ બટાટા નું વાવેતર વધ્યું છે ગત વર્ષે બનાસકાંઠા જિલ્લામા ૫૨ હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલ હતું જ્યારે આ વર્ષ ૬૧ હજાર હેક્ટર વિસ્તારમાં બટાકા નું વાવેતર થયું છે આ ઉપરાંત આ વર્ષે બટાકાના પાક માટે અનુકૂળ વાતાવરણ મળી રહેતા ચાલુ વર્ષ સારૂ ઉત્પાદન થવાની શક્યતાઓ રહેલી છે. અત્યારે બટાકા નુ અષાઢુ વાવેતર કરેલ ખેડૂતો દ્વારા બટાકા કાઢવાની શરૂઆત કરી દીધી છે તેવા ખેડૂતોને પણ બટાકાના પોષણક્ષમ ભાવો મળી રહ્યા છે માર્કેટયાર્ડો ની સાથે ખેતરમાં પણ પ્રતિમણ ૨૦૦ થી ૨૩૦ રૂપિયા સુધી ના ભાવ છે સરેરાશ ખેડૂતોને ૨૦૦ રૂપિયા ઉપર ના ભાવ મળી રહ્યા છે  કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ થયેલા જૂના બટાકા પૂર્ણ થતા હવે નવા બટાકાની પણ બજારમાં માંગ રહેલી છે  જોકે ડીસા તાલુકામાં બટાકાની સંપૂર્ણ ખુદાઈ ફેબ્રુઆરી માસમાં જોવા મળશે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે એ સમયે ખેડૂત અને કેવા ભાવો મળી રહે છે.

ડીસા માર્કેટયાર્ડોમાં નવા બટાટાની આવક શરૂ થઇ: ડીસા તાલુકામાં આગોતરા વાવેતર કરેલ બટાટા ની ખોદાઇ શરૂ થતાં ડીસા માર્કેટ યાર્ડમાં દૈનિક ૨ થી ૪ હજાર થી વધુ કટાઓ ની આવક નોંધાઈ રહી છે જેમાં ગુરુવારે હિસાબ માર્કેટ યાર્ડમાં ૨૨૩૯ બોરીની આવક જોવા મળી હતી જેમાં ધોયેલા બટાકાના ભાવથી ૨૯૦ થી ૩૦૫ સુધીના જોવા મળી રહ્યા છે જ્યારે માટી વાળા બટાકાના ભાવ ૧૮૦ થી ૨૭૦ સુધીના જોવા મળી રહ્યા છે જોકે ખેડૂતોને સરેરાશ બટાકાનો ભાવ ૨૩૦ રૂપિયા આસપાસ મળી રહ્યો છે.

કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ થયેલા જુના બટાકા પૂર્ણ થતા નવા બટાકાની માંગ ઉભી થઇ છે : વેપારીઓ આ અંગે વેપારીઓએ કહ્યું હતું કે ડીસા તાલુકામાં બટાકા ની ખુદાઈ શરૂ થઈ છે તેની સાથે કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ થયેલા જૂના બટાકા પરિપૂર્ણ થતા નવા બટાકાની માર્કેટમાં ખૂબ માંગ રહેલી છે અત્યારે નીકળતા બટાકા તમામ માર્કેટોમાં જઈ રહ્યા છે જોકે હજુ આગામી ફેબ્રુઆરી માસ માં ડીસાના કોલ્ડ સ્ટોરેજના શુભ મુહૂર્ત થશે ત્યાં સુધી બટાકા નું વેચાણ વિવિધ માર્કેટયાર્ડમાં થશે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *