મોડાસા-માલપુર હાઇવે પર રાત્રે લુણાવાડા તરફથી શંકાસ્પદ હાલતમાં આવી રહેલી ઇનોવાનો એલસીબીએ અને માલપુર પોલીસે પીછો કરતાં ઇનોવાના ચાલકે ગાડી ભગાડવાનો પ્રયત્ન કરી પીસીઆર વાન ઉપર પોતાની પાસે રહેલી દેશી બનાવટની પિસ્તલથી પોલીસ સ્ટાફ ઉપર એક રાઉન્ડ ફાયરિંગ કરતાં પીસીઆરવારના ચાલક તેમજ અંદર બેઠેલો પોલીસ સ્ટાફ નીચે નમી જતાં તેમનો બચાવ થયો હતો. પિસ્તલમાંથી છૂટેલી બુલેટ ગાડીનો કાચ તોડી અંદર ઘૂસી ગઈ હતી. દરમ્યાન ચાલકની બાજુમાં બેઠેલો શખ્સ મોકાનો ફાયદો ઉઠાવીને ભાગી છૂટ્યો હતો. પોલીસે ફાયરિંગ કરનાર ઇનોવાના ચાલક સોહનલાલ બિશ્નોઇને પિસ્તલ અને કારતૂસ સાથે દબોચી લીધો હતો.
પકડાયેલ આરોપી: સોહનલાલ સદારામભાઈ પૂનમરામ બિશ્નોઈ રહે. રાણાસર તા.ગુડામાલા નગર
વોન્ટેડ આરોપીઓ: મનોહર બિશ્નોઇ, રાજુ રહે. મંદસોર મધ્યપ્રદેશ, ભૂપેન્દ્ર કિશનલાલ બિશ્નોઇ રહે. પારેવા સાંચોર જિ.રાજસ્થાન અને તેની સાથેનો શખ્સ

