ધટનાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો
પાલૅર માલિક દ્રારા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી
અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માગ ઉઠી; પાટણમાં અસામાજિક તત્વો ઉપર પોલીસની પકડ રહી ન હોય તેમ હવે અસામાજિક તત્વો જાહેરમાં પણ નિદોર્ષ લોકો પર લાઢીઓનો વરસાદ વરસાવી પોતાનો આતંક ફેલાવી રહ્યા હોય તેવી ધટનાઓ બનતી જોવા મળી રહી છે. ત્યારે આવાજ કેટલાક અસામાજિક તત્વો એ શહેરના મદારસા ચોક નજીક ઓટો રિક્ષામાં આવી ને પાન પાર્લરના માલિક પાસે ઉધારમાં વસ્તુઓ માગતા જે વસ્તુઓ ઉધારમાં આપવાની વેપારીએ ના પાડતા ઉશ્કેરાયેલા અસામાજિક તત્વો એ રિક્ષા માથી લાકડી ધોકા કાઢી વેપારી ઉપર હુમલો કરી પાન પાલૅર મા તોડફોડ કરી હોવાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિસ્તારના લોકો મા ફફડાટ સાથે આવા અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ શહેરના મદરસા વિસ્તારમાં આવેલા આશીર્વાદ પાન પાર્લર પર ધૂળેટીના બપોરના સુમારે ઓટો રિક્ષામાં આવેલા કેટલાક અસામાજિક તત્વો એ પાલૅર માલિક સંજયકુમાર મોદી પાસે વિમલ ગુટખા અને સોડાની બોટલ માંગી હતી. જે વસ્તુના સંજયકુમારે પૈસાની માંગણી કરતા અસામાજિક તત્વો એ તે માલ ઉધાર આપવા જણાવતા માલિકે ઉધાર આપવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખ્સો રિક્ષા માથી ધોકા, લાકડી અને છુટી ઈંટો તેમજ પાઈપ લઈને સંજયકુમાર અને પાલૅર પર ઉભેલા તેમના સાથી મિત્રો પર હુમલો કરી પાલૅરમાં તોડકોડ કરતાં વિસ્તારમાં સનસનાટી સાથે ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો.
આ મામલે પાર્લર માલિકે ચાર અજાણ્યા અસામાજિક ઈસમો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. મદારસા વિસ્તારમાં બનેલી આ ઘટનાનો સોશિયલ મીડિયામાં વિડિઓ પણ વાયરલ થયો હોય પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માગ ઉઠવા પામી છે.