થરાદ પોલીસે ને વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ખોડા ચેકપોસ્ટ પરથી ૨૩ ગ્રામ હેરોઈન સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા માદક પદાર્થની કિંમત ૨.૩૦ લાખ રૂપિયા છે. પોલીસે મોટરસાયકલ નંબર જી.જે-૦૮-ડી.ઈ-૭૩૬૩ પર સવાર બે શખ્સોને શંકાના આધારે રોક્યા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી હેરોઈન અને અન્ય મુદ્દામાલ મળી કુલ ૩,૧૦,૧૧૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ માદક પદાર્થ સાંચોરના સુરેશ બિશ્નોઈ પાસેથી મેળવવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ફરાર આરોપી સુરેશ બિશ્નોઈની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે. થરાદ પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- April 13, 2025
0
83
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next