બાબા સિદ્દીકીની મુંબઈમાં 12 ઓક્ટોબરે હત્યા કરવામાં આવી હતી. આ પછી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારી પાસેથી માહિતી મળી છે કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે બાબા સિદ્દીકીની હત્યા બાદ પુણેનો એક મોટો નેતા પણ બિશ્નોઈ ગેંગના રડાર પર હતો. બિશ્નોઈ ગેંગ પણ પૂણેના નેતાની હત્યા કરવાના પ્લાનિંગમાં વ્યસ્ત હતી અને આ ઘટનાને અંજામ આપવાની જવાબદારી પ્લાન બીમાં સામેલ શૂટરોને આપવામાં આવી હતી.
બાબા સિદ્દીકીની હત્યાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે, આ તપાસમાં પુણેના પ્લાનનો પણ પર્દાફાશ થયો છે. જોકે, મામલો સંવેદનશીલ હોવાને કારણે ક્રાઈમ બ્રાન્ચ પૂણેના નેતાનું નામ જાહેર કરી રહી નથી. બિશ્નોઈ ગેંગના આ પ્લાનનો પર્દાફાશ કર્યા પછી, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ મામલામાં ઈનપુટ અને માહિતી પુણે પોલીસ સાથે શેર કરી છે, જેના પછી પુણે પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. આ કેસના આરોપીઓએ રેકી કરી હતી કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.