અમેરિકામાં ફરી એકવાર વિમાન દુર્ઘટના; બે લોકોના મોત

અમેરિકામાં ફરી એકવાર વિમાન દુર્ઘટના; બે લોકોના મોત

અમેરિકામાં ફરી એકવાર વિમાન દુર્ઘટના બની છે. દક્ષિણ એરિઝોનામાં બે નાના વિમાનો વચ્ચે થયેલી ટક્કરમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે. અધિકારીઓએ વિમાન દુર્ઘટના અંગે માહિતી આપી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માત ટક્સનની બહારના વિસ્તારમાં આવેલા એક નાના એરપોર્ટ પર થયો હતો અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ તેની તપાસ કરી રહ્યું છે. અકસ્માતની માહિતી મળ્યા બાદ મારણા પોલીસ વિભાગે બે વ્યક્તિઓના મોતની પુષ્ટિ કરી.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના ઘણા કર્મચારીઓને તેમની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. જાન્યુઆરીમાં રોનાલ્ડ રીગન વોશિંગ્ટન નેશનલ એરપોર્ટ પર થયેલા જીવલેણ અકસ્માતના થોડા અઠવાડિયા પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે આ પગલું ભર્યું હતું. 29 જાન્યુઆરીના રોજ યુએસ આર્મી બ્લેક હોક હેલિકોપ્ટર અને અમેરિકન એરલાઇન્સનું પેસેન્જર જેટ અથડાયા હતા. ઘટનાની તપાસ હજુ પણ ચાલુ છે. આ અકસ્માતમાં વિમાન અને હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોના મોત થયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *