અમીરગઢના ઈકબાલગઢમાં તંત્રના પાપે વૃદ્ધાએ જીવ ગુમાવ્યો

અમીરગઢના ઈકબાલગઢમાં તંત્રના પાપે વૃદ્ધાએ જીવ ગુમાવ્યો

તંત્રની ઘોર બેદરકારીના કારણે લોકોમાં રોષ ભભુકી ઉઠયો

અમીરગઢના ઈકબાલગઢ ગામે આવેલ રેલ્વે અંડરપાસમાં પડેલા વરસાદને પગલે ભરાયું હતું. બે ફૂટ કરતા પણ વધારે પાણી હતું. ત્યારે આ રેલવે અંડરપાસ  માત્ર એકજ એવો રસ્તો છે જે ઈકબાલગઢ બજારમાં અવર-જવર કરવા માટે નાના મોટા વાહનો અને લોકો માટે એક માત્ર મુખ્ય માર્ગ આવેલ છે. ત્યારે વૃદ્ધા ઈકબાલગઢ બજારમાંથી રેલવે અંડરપાસમાંથી નીકળતા પાણીમાં ડૂબતા મોત થયું હતું.

ત્યારે આ બાબતની અમીરગઢ પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વૃદ્ધા મહિલાનો મૃત દેહ અંદરબ્રિજના પાણીમાંથી બહાર નીકાળી વધુ તપાસ હાથ ધરી હતી. અવાર નવાર સામાન્ય વરસાદના પગલે રેલ્વે અંડરપાસમાં પાણી ભરાઈ જતાં લોકોને અસુવિધા પડી રહી છે. મુશ્કેલીઓ જેમાં અંડરપાસમાં સામાન્ય વરસાદના પગલે પાણી ભરાઈ જતાં લોકોમાં રોષ ભભુકી ઉઠયો હતો તેમજ રેલ્વે અંડરપાસમાં અવાર નવાર પાણી ભરાવાના કારણે એક વૃદ્ધાનો જીવ ખોવાનો વારો આવ્યો હવે ફરીથી આવનારા સમયમાં કોઈ અંડરપાસ માં ભરાતા પાણીના લીધે કોઈ ને ફરીથી જીવ ખોવાનો વારો આવશે તો જવાબદાર કોણ તેવું લોક મુખે ચર્ચાનું જોર પકડ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે આવી દુઃખ દ ઘટના પ્રકાશમાં આવતા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામા આવશે કે નહીં એ તો હવે આવનારો સમય જ બતાવશે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *