હિંમતનગર નગરપાલિકાએ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સ્વચ્છ ભારત મિશન અર્બન કાર્યક્રમ અંતર્ગત પ્રાદેશિક કમિશનર ગાંધીનગર જોનની સૂચના અનુસાર વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર આગેવાનીમાં આરોગ્ય વિભાગની ટીમે ન્યાય મંદિર વિસ્તાર અને શાકમાર્કેટમાં તપાસ અભિયાન હાથ ધર્યું હતું. આ દરમિયાન દુકાનો અને ચાની લારીઓ પરથી કુલ 30 કિલો પ્લાસ્ટિક અને 6 ચાના કપના બોક્સ જપ્ત કરવામાં આવ્યા હતા. ઉલ્લંઘન કરનારાઓ પાસેથી ₹2500નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 અંતર્ગત હાથ ધરાયેલા આ અભિયાનને આગામી દિવસોમાં વધુ તીવ્ર બનાવવામાં આવશે. પાલિકાએ નાગરિકોને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી છે. આ પહેલથી પર્યાવરણ સંરક્ષણ અને શહેરની સ્વચ્છતામાં નોંધપાત્ર સુધારો થવાની આશા છે.

- January 30, 2025
0
390
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next