પાટણ શહેરના નવાગંજ સામે હાઇવે પર આવેલી જય જલારામ રેસ્ટોરન્ટમાં ચોરીની ઘટના સામે આવી છે.રેસ્ટોરન્ટના કારીગરે કાઉન્ટર માંથી રોકડ રકમ અને માલિકનું બાઈક લઈને ફરાર થઈ ગયો છે. રેસ્ટોરન્ટના માલિક વિષ્ણુજી નાગરજી ઠાકોર એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેઓ મૂળ સિધ્ધપુર તાલુકાના નેદ્રોડા ગામના છે અને હાલમાં પાટણના ચાણસ્મા હાઇવે પર આશિર્વાદ ડુપ્લેક્ષમાં રહે છે. ગત તા.૧૩ જુલાઈના રોજ કાઉન્ટર માંથી પૈસા ગાયબ થયા હતા. માલિકે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા.ફૂટેજમાં જોવા મળ્યું કે ૧૫ દિવસ પહેલા જ નોકરીએ રાખેલો કારીગર સવારે ૬-૩૦ થી ૬-૪૫ દરમિયાન કાઉન્ટર માંથી ૩૫,૫૦૦ રૂપિયા રોકડા અને માલિકનું ૩૫૦૦૦ ની કિંમતનું બાઈક લઈને ફરાર થઈ ગયો હતો. આ કારીગર બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના કોટડા ગામનો રહેવાસી છે. માલિકે તેનો ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફોન બંધ આવતો હતો. આ મામલે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
- September 12, 2025
0
122
Less than a minute
You can share this post!
editor

