જમ્મુ-કાશ્મીરમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

જમ્મુ-કાશ્મીરમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

જમ્મુ-કાશ્મીરમાં બુધવારે 5.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જે બાદ સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, રાહતની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં હતું અને સવારે 10.43 વાગ્યાની આસપાસ તેનો આંચકો અનુભવાયો હતો. કાશ્મીર ઘાટીમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તેઓ ઘરની બહાર નીકળી ગયા હતા.

Related Articles