પાલનપુર ખાતે યોજાયેલ કેમ્પમાં નિમણૂક પામેલ ઉમેદવારો પૈકી 273 મદદનીશ શિક્ષકોને પત્ર અપાયા

પાલનપુર ખાતે યોજાયેલ કેમ્પમાં નિમણૂક પામેલ ઉમેદવારો પૈકી 273 મદદનીશ શિક્ષકોને પત્ર અપાયા

બનાસકાંઠા જિલ્લાની વિવિધ બિનસરકારી અનુદાનિત માધ્યમિક,  ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા મદદનીશ શિક્ષકો પૈકી કુલ 277 મદદનીશ શિક્ષકોને ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સ્ટાફ પસંદગી સમિતિ ગાંધીનગર, દ્વારા રાજ્યની વિવિધ બિન સરકારી અનુદાનિત શાળાઓમાં જુના શિક્ષકની જગ્યા પર નિમણૂકો આપેલી હતી. જેમાંથી બનાસકાંઠા જિલ્લામાંથી રાજીનામું આપી છૂટા થવાનું હોઇ જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.હિતેશ પટેલના માર્ગદર્શન હેઠળ ૨૧/૦૪/૨૫ અને ૨૨/૦૪/૨૫ એમ બે દિવસ જૂના શિક્ષકોના રાજીનામાં મંજૂર કરી અને અત્રે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, પાલનપુર ખાતે કેમ્પનું આયોજન કરેલું હતું.

જેમાં નિમણૂક પામેલ ઉમેદવારો પૈકી 273 મદદનીશ શિક્ષકોને પત્ર આપવામાં આવ્યા હતા, જિલ્લા શિક્ષણાધિકારી તરફથી આ તમામ છૂટા થયેલ જુના શિક્ષક મિત્રોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી, સમગ્ર કેમ્પ આયોજનમાં આચાર્ય સંઘ, માધ્યમિક શિક્ષક સંઘ, વહીવટી શિક્ષક સંઘ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં મદદ પૂરી પાડી હતી, આ સમગ્ર કામગીરીમાં હિસાબી અધિકારી ડૉ.મનીષાબેન નાઈ, અધિક્ષક  ખેંગારભાઈ સોલંકી, હેડ ક્લાર્ક રાજુભાઈ નાઈ સિનિયર ક્લાર્ક દીપકભાઈ, ભરતસિંહ બારડ, મયુરભાઈ જોશી, ઝરણાબેન જોશી વગેરે દ્વારા સુંદર કામગીરી બજાવવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *