ઇકબાલગઢ થી વિરમપુર અને અંબાજી ના ત્રીસ ગામ ને જોડતો માર્ગ છેલ્લા અઢી વર્ષે થી લોકો ના માટે બન્યો મુશ્કેલી નો માર્ગ
સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી દૂર નાં ગામડાઓ સુધી પણ પાકા રોડ બને તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમીરગઢનાં ઈકબાલગઢ થી વિરમપુર અને અંબાજી ના ત્રીસ ગામ ને જોડતો માર્ગ લોકો ના માટે મુશ્કેલી નો માર્ગ બની ગયો છે. બનાસકાંઠા નાં અમીરગઢ ઈકબાલગઢ થી વિરમપુર જવા નો અંદાજે 12 કિલોમીટર જેટલો માર્ગ બનાવવામાં અઢી વર્ષ જેટલો સમય વીતવા છતાં કામ પૂરું નાં થતાં સ્થાનિક લોકો વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે.
રોડ પર અડધું કામ પતી ગયુ છે જોકે બાકી કામ પૂરુંનાં કરાતા લોકો ને વાહન ચાલકો ને મુશ્કેલી પડી રહી છે. જો કે રોડ બનાવવાની કામગીરી અઢી વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી જોકે હજુ સુધી આ કામ પૂરું કર્યું નથી. રોડ ઉપર મેટલ પાથરી છે. અને બાકી નું ડામર કામ અધૂરું જે પૂરું નાં કરાતા કામ કરી રહેલી કંપની ને ટરમીનેટ કરી અન્ય એજન્સી ને કામ સોંપાયું હોવાની સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જોકે સ્થાનિક લોકો ને અવર જવર તેમજ વાહન ચાલકો ને વાહન લઇ પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે.ત્યારે લોકો ની માંગ છે. કે ઝડપથી આ રોડ નું કામ પૂરું કરવામાં આવે ઈકબાલગઢ થી કપાસિયા જવાના માર્ગ ઉપર પડેલા ખાડાઓને પણ ઝડપથી પૂરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે.