ઘો નો શિકાર કરવાનો પ્રયત્ન કરતા ઈસમોને પકડી પાડતી અમીરગઢ રેન્જની ટીમ

ઘો નો શિકાર કરવાનો પ્રયત્ન કરતા ઈસમોને પકડી પાડતી અમીરગઢ રેન્જની ટીમ

નાયબ વન સંરક્ષક વન્યજીવ બનાસકાંઠા તથા મદદનીશ વન સંરક્ષક, પાલનપુરના માર્ગદર્શન હેઠળ જંગલ ફેરણા દરમયાન અત્રેના અમીરગઢ રેન્જના વન કર્મચારી તથા સંરક્ષણ કામદાર મોજે જેથી જંગલ સર્વે નંબર : ૧૫૮ પૈકીના બાલારામ અંબાજી અભયારણ્ય ભાગમાં વન્યપ્રાણી ઘો જીવ નંગ- ૦૨ ને બે ઈસમો દ્રારા પકડી રાખેલ અને થેલામાં ભરી લઈ જતા હતા. તે આરોપીઓની વન્‍યપ્રાણી સંરક્ષણ ધારા 1972ની કલમ ૨, ૯, ૫૦, ૫૧, ૫૨ મુજબની અનુસુચિ-૧ ભાગ-૩ માં સમાવિષ્ટ ઘો ના શિકાર બદલ ગુનો નોધેલ છે. આરોપીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી મે. જયુડીશીયલ ફ.ક.મેજીસ્‍ટ્રેટ સાહેબ અમીરગઢની કોર્ટમાં રજુ કરેલ. મે. સા. દ્રારા આરોપીઓને કોર્ટ હવાલે રાખી જીલ્લા જેલ, પાલનપુર મોકલવવામાં આવેલ છે. ઘો વન્યજીવ તે અનુસૂચિત.૧ ના ભાગ.૩ મા આવતુ હોય આના ગુના હેઠળ ઓછામા ઓછા ૩ વર્ષ અને વધુમાં વધુ ૭ વર્ષની સજાની જોગવાઈ તેમજ ૨૫,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ સુધીના દંડની જોગવાઈ છે.

પકડાયેલ આરોપીઓની વિગત :

(૧) સુરજકુમાર લખનભાઈ સોલંકી  રહે. માનસરોવર બાબરી વાસ, પાલનપુર

(૨) રવિભાઈ અર્જુનભાઈ પઢિયાર,  રહે. માનસરોવર બાબરી વાસ, પાલનપુર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *