બનાસકાંઠા જિલ્લાની રાજસ્થાન સરહદ પર આવેલી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ હવે હાઈટેક બની છે. અહીં નેત્રમ દ્વારા અત્યાધુનિક કેમેરા સિસ્ટમ ગોઠવવામાં આવી રહી છે. આ કેમેરાનું સીધું મોનિટરિંગ નેત્રમ પાલનપુર દ્વારા કરવામાં આવશે. અમીરગઢ ચેકપોસ્ટ અતિ સંવેદનશીલ વિસ્તાર ગણાય છે. અહીંથી વિદેશી દારૂની હેરાફેરી સહિતની ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી રહે છે. ઘણી વખત રીઢા તસ્કરો પોલીસને ચકમો આપીને સરહદ પાર કરી જાય છે. નેત્રમ વિભાગ ગુનાખોરી સામે કડક કાર્યવાહી માટે જાણીતું છે. તેમણે અનેક રીઢા ગુનેગારોને પકડી પાડ્યા છે. નવી કેમેરા સિસ્ટમથી બોર્ડર પરના કર્મચારીઓની નજર ચૂકવીને જતા અપરાધીઓ અને તસ્કરો પર સીધી નજર રાખી શકાશે. ગાંધીના ગુજરાતમાં થતી દારૂની હેરાફેરી પર અંકુશ લગાવી શકાશે. આ સિસ્ટમથી ગુનાખોરી ઘટાડવામાં મદદ મળશે અને સરહદી સુરક્ષા વધુ મજબૂત બનશે.

- February 25, 2025
0
112
Less than a minute
You can share this post!
editor