અમીરગઢ તાલુકામાં વધતા જતાં ગુનાહિત પ્રવૃત્તિ ને અટકાવવા માટે શુક્રવારે અમીરગઢ વેપારી મંડળ દ્વારા બજાર બંધ રાખી વિરોધ વ્યકત કર્યો હતો જોકે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.
અમીરગઢ રેલવે વિસ્તારમાં ગત મોડી સાંજે એક સોની યુવક પર અજાણ્યા ઇસમો દ્વારા હુમલો કરવા માં આવ્યો હતો અને તેઓ ને ઇજા પહોંચાડી મોબાઈલ સહિત રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા આ ધટના ની જાણ થતાં લોકોના ઘટના સ્થળે ટોળેટોળાં ઉમટી પડયા હતાં જ્યારે પોલીસ તંત્ર દ્વારા નબળાઈ દાખવવા માં આવતા શુક્રવારે વેપારી મંડળ દ્વારા બજાર બંધ રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી ને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતાં અને પોલીસ તરફ થી પડતી સુરક્ષા ને લઇ તકલીફો અંગે રજૂઆત કરતા અમીરગઢ પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.
જો કે ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી દ્વારા જિલ્લા પોલીસ વડા પર ગુનાહિત પ્રવૃત્તિ ને લઇ અનેક આક્ષેપ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા આરોપીઓ ને પકડવા માટેની 24 કલાકની મુદત માંગતા બજારો બપોરે ખુલી ગયા હતા પરંતુ 24 કલાકમાં પોલીસ તંત્ર કામ નહિ કરે તો વેપારીઓ સોમવાર થી પુનઃ ધરણાં પ્રદર્શન કરશે..