બનાસકાંઠા જિલ્લામાં સૂકા ઘાસચારા માટે પશુપાલકોની દોડધામ, ભાવમાં પણ તોતિંગ વધારો
જિલ્લામાં ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય ફાલ્યો ફુલ્યો હોવાથી ઘાસચારાની વિશેષ માંગ; બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાની સિઝન દરમિયાન પીવાના પાણીની સમસ્યા સાથે પશુઓ માટે ઘાસચારાની અછત ઉભી થાય છે. ત્યારે પશુપાલકોએ ઘાસચારો ખરીદવા માટે દોડધામ શરૂ કરી છે. જ્યારે સૂકા ઘાસચારાની માંગ વધતાં ઘઉં ચણા મગફળી રાજગરા અને રાયડાના સુકી પરાળ ની માંગ બોલાઈ રહી છે. અત્યારે ખાસ કરીને ઘઉં અને ચણાનું પરાળ ભરીને ટેમ્પા આવી રહ્યા છે. એક આઈશર ભરેલા પરાળનો ભાવ ૨૫ હજાર બોલાઈ રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દર વર્ષે ઉનાળાની સીઝનમાં પશુપાલકોની સમસ્યામાં વધારો થતો હોય છે. ઉડાણના ગામડાઓમાં તળાવો સહિત બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા અને સીપુ ડેમ સૂકાભઠ્ઠ બની જતા હોવાથી મૂંગા પશુધનને પીવાના પાણી માટે વલખાંની સ્થિતિ જોવા મળતી હોય છે.
ઉનાળા દરમિયાન સૂકા ઘાસચારાનો પ્રશ્ન પણ ચિંતાનો વિષય બનતો હોય છે. જિલ્લામાં પાણી વિસ્તાર ગણાતા ડીસા સહિત અન્ય વિસ્તારોમાં ઉનાળામાં દરમિયાન ઘાસચારાનું સૌથી વધુ વાવેતર થાય છે. જેથી આવનારા સમયમાં પશુપાલકો લીલો ઘાસચારો મળશે પરંતુ અત્યારે સૂકા ઘાસચારાની ભારે તંગી વર્તાઈ રહી છે. મોટા પશુપાલકોએ તો અગાઉથી અન્ય વિસ્તારોમાંથી મકાઈ, બાજરી સહિતના સૂકોચારાનો સંગ્રહ કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ અન્ય પશુપાલકો માટે હવે કપરા દિવસો શરુ શરુ થયા છે. પશુઓ માટે સંગ્રહીત સૂકો ધાસચારો | ખૂટવા લાગતાં નવો ઘાસચારો ખરીદવાની નોબત આવી છે.
જિલ્લામાં બળબળતા ઉનાળાના આગમન સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની મૂંગા પશુધન માટે સમસ્યા – ઉભી થવાની સાથે સૂકા ઘાસચારાની અછતના અણસાર જોવા મળ્યા જેના કારણે પશુપાલકોએ સૂકાધાસની ખરીદી – શરૂ કરતાં રોજ વાહનો ભરીને સૂકો ઘાસચારો ગામડાઓમાં ઠલવાઈ રહ્યો છે.
ડીસા હાઈવે ઉપર કુપટ નજીક રોજની અનેક ટેમ્પો ઘાસચારો ભરી આવે છે; ડીસા તાલુકા આજુબાજુ શક્કરટેટી અને તરબૂચનું મોટા પ્રમાણમાં વાવેતર થતું હોવાના કારણે ઉનાળા દરમિયાન ઘાસચારાની ખૂબ મોટી માંગ રહેતી હોવાથી ડીસા ભીલડી હાઇવે કુપટ પાટીયા નજીક વહેલી સવારે અનેક ટેમ્પો ઘાસચારો ભરી આવે છે.