દિયોદરની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ અને પરિવાર સાથે ઉદ્ધત વર્તનના આક્ષેપ

દિયોદરની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ અને પરિવાર સાથે ઉદ્ધત વર્તનના આક્ષેપ

‘ગરીબોની મદદ કે અપમાન..?’ આયુષ્યમાન કાર્ડની સુવિધા સામે સવાલો; રાજ્ય સરકારની આયુષ્માન ભારત કાર્ડ યોજના દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મફત અને સસ્તી સારવારની સુવિધા પૂરી પાડવામાં આવે છે, જેમાં સગર્ભા મહિલાઓ માટે વિશેષ વ્યવસ્થા છે. દિયોદરમાં વિશ્વાસ હોસ્પિટલમાં આ સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ આ હોસ્પિટલમાં દર્દીઓ તેમજ તેમના પરિવારજનો સાથે તોછડાઈ પૂર્વકનું વર્તન કરાતું હોવાના આક્ષેપો લોકો લગાવી રહ્યા છે.

રાજ્ય સરકારના આયુષ્માન કાર્ડની સગવડ ધરાવતી દિયોદરની વિશ્વાસ હોસ્પિટલના ડોકટર રોહિત નાડોદાના દર્દીઓના સગાઓ સાથે તોછડાઈ ભર્યા વર્તનના કારણે વિખવાદમાં આવી છે. સગર્ભા મહિલાના પરિવારજનોના આક્ષેપો વચ્ચે આયુષ્માન કાર્ડની સુવિધા આપતી વિશ્વાસ હોસ્પિટલમાં” ગરીબોની મદદ કે અપમાન? તેને લઈ સવાલો ઉઠ્યા છે.

જેમાં સગર્ભા મહિલાની માતાએ ન્યાય માટે દિયોદર પોલીસ અને આરોગ્ય વિભાગના દરવાજા ખખડાવતા સમગ્ર મામલો હવે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. રાજ્ય આરોગ્ય મંત્રી શું દીયોદર સગર્ભા મહિલા અને માતાને ન્યાય અપાવશે ખરા..? સરકાર દ્વારા તાત્કાલિક આ ઘટનાની યોગ્ય તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરાવે નહીં તો આ ઘટના વધુ વિસ્તરતાં લોકો હોસ્પિટલથી દૂર ભાગશે તો ગરીબ દર્દીઓના હક્કો જોખમમાં મૂકાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *