અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બનાસકાંઠા દ્વારા સોમવારે પાલનપુર કલેક્ટર કચેરી પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું.જેમાં ઓલ ઈન્ડિયા નેશનલ એજ્યુકેશનલ ફેડરેશન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પ્રધાનમંત્રીને સંબોધીને પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટના પહેલી સપ્ટેમ્બર 2025 ના રોજ તમામ સેવા આપતા શિક્ષકો માટે શિક્ષક પાત્રતા કસોટી (TET) ફરજિયાત બનાવવાના નિર્ણયથી ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિ ઉભી થશે.જેથી
આ નિર્ણયને કારણે, દેશભરના 20 લાખ શિક્ષકોની સેવા, સુરક્ષા અને આજીવિકા જોખમમાં મુકાઈ છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બનાસકાંઠા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગ કરી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને શિક્ષકોના હિતમાં નિર્ણય આવે તેવી લેખિત રજુઆત કરી છે.
આ પ્રસંગે પ્રાંત મંત્રી ગણેશભાઈ પટેલ, ઉત્તર સંભાગ સંગઠન મંત્રી સુરક્ષાબેન પટેલ,જિલ્લા અધ્યક્ષ ચેલાભાઈ પટેલ, મંત્રી નિમેષકુમાર મકવાણા, સંગઠન મંત્રી મહેશભાઈ પ્રજાપતિ, રાજ્ય પ્રતિનિધિ હરજીભાઈ વાઘેલા,જિલ્લા સહમંત્રી ગેનાજી પરમાર, કરશનજી રાજપૂત ABRSM તાલુકા ટીમમાંથી મહિલા ઉપાધ્યક્ષ ભામિની બહેન મિસ્ત્રી,મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ , કોષાધ્યક્ષ રમેશભાઈ પટેલ, વડગામ મંત્રી ઘનશ્યામભાઈ પંડ્યા નટવરભાઈ બાઈવાડિયા, ડીસા પ્રવીણભાઈ સોલંકી દાંતા ઉપાધ્યક્ષની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

