ડીસાના આખોલ ચાર રસ્તાથી સમશેરપુરા રોડ પર 6.5 કરોડના ખર્ચે ચારમાર્ગીય બનશે. આ પ્રોજેક્ટ અંતર્ગત હાલના રોડને ચારમાર્ગિય બનાવવાની સાથે તેને ઊંચો કરવામાં આવશે. આ ઉપરાંત, સર્વિસ રોડ, આર.સી.સી. સાઈડ ડ્રેઈન, સ્ટ્રીટ લાઈટ અને રેલિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાશે. ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ આ કામગીરીની મંજૂરી બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટથી ડીસાના નાગરિકોને ટ્રાફિક સમસ્યામાંથી રાહત મળશે અને યાતાયાત વધુ સરળ બનશે. આ માર્ગના નિર્માણથી સ્થાનિક વેપાર-ધંધાને પણ વેગ મળશે, જેનાથી ડીસાનો વિકાસ વધુ ગતિશીલ બનશે
- August 23, 2025
0
201
Less than a minute
You can share this post!
editor

