જમ્મુ કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા નિર્દયતાપૂર્વકના આતંકી હુમલાના સમાચાર આખા માનવસમાજ માટે દુઃખદાયક છે. માનવતાના દુશ્મન ગણાતા આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને જે રીતે હિન્દુઓની નિર્મમ હત્યા કરવામાં આવી જે શરમજનક ઘટનામાં મૃત્યુ પામેલા 28 નિર્દોષ પ્રવાસીઓના આત્માની શાંતિ માટે અને આતંકવાદ વિરુદ્ધમાં ઊંઝા તાલુકાના ઐઠોર ગામના સૌ દેશપ્રેમી નાગરિકોએ 25-04-25 શુક્રવારના રોજ રાત્રે ઐઠોર ગ્રામ પંચાયત પાસે એકઠા થઇ શ્રી ગણપતિ મંદિર સુધી બેનર સાથે કેન્ડલ માર્ચ યોજી હતી. જ્યાં મંદિરમાં ગણપતિ દાદાને મૃતકોની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી સત્સંગ હોલમાં 2 મિનિટનું મૌન પાળી ભાવપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ આયોજનમાં ઐઠોર ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
- April 26, 2025
0
610
Less than a minute
You can share this post!
editor

