ગુજરાત ના ગુહમંત્રી હર્ષ સંઘવી ની સૂચના અનુસાર ગુજરાતના પોલિસ વડા વિકાસ સહાય કડક બની અસામાજિક તત્વોની સાન ઠેકાણે લાવવા કાર્યવાહી શરૂ કરતાં બ.કાં જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર વાવ તાલુકામાં 19 અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાઇ છે. જે મુદ્દે અમારા વાવ ખાતે પી.એસ.આઇ એચ.કે.દરજી ની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું હતું કે બ.કા.જિલ્લા પોલીસ વડાના આદેશ અનુસાર વાવ તાલુકા માં 19 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરાઇ છે. જેમાં 7 બુટલેગરો 1 જુગાર 10 શરીર સબંધી ગુના ઓ અને 1 અન્ય ગુના ના કુલ 19 આરોપી ઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરેલ છે. જેને લઈ અસામાજિક તત્વો માં ફફડાટ વ્યાપી ગયો છે. વધુ માં પી.એસ.આઇ એચ.કે.દરજી એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે કોઈ પણ અસામાજિક તત્વ ગેર કાનૂની પ્રવૃત્તિ કરતો હશે કે લોકો ને હેરાન પરેશાન કરતો હોય તો મારો મોબાઈલ પર સમ્પર્ક કરે કોઈ ચમરબધી ને નહિ છોડવામાં આવે વાવ પી.એસ.આઇ.એચ.કે.દરજી અને પોલીસ સ્ટાફની કામગીરી થી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

- March 20, 2025
0
81
Less than a minute
You can share this post!
editor