હોળી ધુળેટી ના મીની વેકેશન બાદ માર્કેટયાર્ડમાં જણસીની આવક શરૂ થઇ

હોળી ધુળેટી ના મીની વેકેશન બાદ માર્કેટયાર્ડમાં જણસીની આવક શરૂ થઇ

ડીસા માર્કેટયાર્ડ મીની વેકેશન બાદ ફરી ધમધમતુ થયું | પ્રથમ દિવસે ૧૨ હજાર બોરીની આવક

રાયડો રાજગરો જીરુ સહિત અન્ય ધાન્ય પાકો ની આવક નોંધાઈ; ડીસા માર્કેટ યાર્ડમાં મોટેભાગે રાજસ્થાની મજૂરો તોલાટ હમાલ વગેરેનુ કામ કરે છે અને રાજસ્થાનમાં હોળી ધુળેટી નું વિશેષ મહત્વ રહેલું છે. આ ઉપરાંત શીતળા સાતમ અને રાજસ્થાની લોકો મારવાડી સાતમ તરીકે પણ ઉજવે છે. જેના કારણે હોળી ધુળેટી થી સાતમ સુધી માર્કેટ યાર્ડમાં મીની વેકેશન જોવા મળ્યું હતું. ત્યારે સાતમ નો તહેવાર પૂર્ણ થતા જ માર્કેટયાર્ડ ના વેપારીઓ એ શુભ મુહૂર્ત કરી પેઢીઓ ખોલતા રાયડો રાજગરો જીરુ સહીત અન્ય ધાન્ય પાકોની આવક થી માર્કેટયાર્ડ ફરી ધમધમતું થયું રવિ સીઝનમાં પકવેલ રાયડો રાજગરો સહિત ના અન્ય પાકો ને માર્કેટયાર્ડમાં વેચાણ કરવા ખેડૂતો માર્કેટયાર્ડમાં આવતા માર્કેટ યાર્ડમાં ૧૨ હજાર થી વધુ બોરીની આવક નોંધાઈ હતી. હોળી ધુળેટી ના મિની વેકેશન બાદ ફરી માર્કેટ યાર્ડ શરૂ થતા પ્રથમ દિવસે જ વેચાણ અર્થે માર્કેટયાર્ડમાં ૧૨ હજારથી વધુ બોરી જણસીની આવક જોવા મળી હતી મીની વેકેશન બાદ શનિવાર થી શરૂ થયેલા માર્કેટયાર્ડમાં જણસી ની ખૂબ સારી આવક જોવા મળી રહી છે. અને ખેડૂતોને પોતાના પાકોના પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. ત્યારે હજુ આગામી દિવસોમાં પણ માર્કેટયાર્ડઓમાં વિવિધ પાકોની ભરપૂર આવક થવાની પણ શક્યતાઓ રહેલી છે.

ડીસા માર્કેટ યાર્ડમાં રાયડો ને રાજગરા ની નોંધપાત્ર આવક સાથે સારા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ; મીની વેકેશન બાદ શરૂ થયેલા ડીસા માર્કેટયાર્ડમાં રાયડા ઉપરાંત રાજગરાની નોંધપાત્ર આવક જોવા મળી રહ્યી છે. જેમાં રાયડા માં સાત હજાર બોરી ની આવક સાથે પ્રતિમણ ૧૦૧૧ થી ૧૧૩૧ સુધી ના ભાવો મળ્યા હતા. જ્યારે રાજગરા ની ૩૩૦૦ બોરી ની આવક સાથે પ્રતિમણ ના ૧૦૫૧ થી ૧૧૭૦ ના ભાવ મળ્યા હતા આ ઉપરાંત એરંડા ધઉ બાજરી અને જીરું સહિતના અન્ય પાકો ની નોંધપાત્ર આવક થવા પામી હતી.

આગામી માર્ચ એન્ડિંગને લઇ ફરી માર્કેટયાર્ડ બંધ રહેશે; આગામી સમયમાં માર્ચ એન્ડિંગ આવતો હોવાને કારણે વેપારીઓના દ્વારા નાણાકીય વર્ષની લેવડ દેવડના હિસાબ કરવા માટે માર્કેટયાર્ડ એક-બે દિવસ માટે બંધ રહેતું હોય છે ત્યારે ફરી એક અઠવાડિયા બાદ માર્કેટયાર્ડ એક બે દિવસ માટે બંધ રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *