સમગ્ર ધરતી પર મેઘરાજાની મહેર થતાં વાતાવરણમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસ્યા બાદ ચોમેર હરિયાળી છવાઈ ગઈ છે. આવા આહ્લાદક વાતાવરણમાં, પ્રકૃતિની અનોખી સુંદરતાનું પ્રતિક એવો મોર પોતાના કલાત્મક નૃત્યથી સૌનું મન મોહી રહ્યો છે. વરસાદની હેલી બાદ ડીસા અને આસપાસના વિસ્તારોમાં ખેતરો, બાગ- બગીચાઓ અને ખુલ્લા મેદાનોમાં મોર પોતાના રંગબેરંગી પીંછા ફેલાવીને થનગનાટ કરતો જોવા મળ્યો. મેઘધનુષી રંગોવાળા પીંછા અને કલગી સાથે મોરનું આ નૃત્ય ખરેખર મંત્રમુગ્ધ કરનારું હતું. વરસાદના આગમનની ખુશીમાં મોર પોતાની કળાનું પ્રદર્શન કરતો હોય તેવું લાગી રહ્યું હતું.આ દ્રશ્ય નિહાળવા માટે અનેક લોકો એકઠા થયા હતા. પ્રકૃતિ પ્રેમીઓ અને ફોટોગ્રાફરો માટે આ એક અદ્ભુત ક્ષણ હતી. મોરના આ નૃત્યએ સ્પષ્ટ કર્યું કે વરસાદ ફક્ત પાણી નથી, પરંતુ જીવ સૃષ્ટિ માટે એક નવું જીવન, નવી આશા અને નવી ઉર્જા પણ લાવે છે. ધરતી પર મેહુલિયો વરસતા મોરનો આ થનગનાટ વાતાવરણને વધુ પ્રફુલ્લિત કરી ગયો હતો.
- July 4, 2025
0
378
Less than a minute
You can share this post!
editor

