ગઈકાલે સમી સાંજે મોડાસાની પાર્ક ડુપ્લેક્ષ સોસાયટીમાં આગળના ભાગમા બ્રેઝા કાર પાર્ક કરેલ હતી. આ કારમાં અચાનક આગ લાગી હતી. એકાએક આગ લાગતા આફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યાની જાણ મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગને કરી હતી. જો કે ફાયર વિભાગ પહોંચે એ પહેલાં કાર સંપૂર્ણપણે આગમાં લપેટાઈ હતી, ફાયરની ટીમે ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી કારમાં લાગેલી આગને કાબુમાં લેવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. આગ કયા કારણોસર લાગી એ હકીકત જાણી શકાય નથી.
- November 6, 2024
0
5,622
Less than a minute
You can share this post!
administrator

