દિલ્હીમાં કોન્સ્ટેબલની હત્યા કરનાર આરોપીનું એન્કાઉન્ટરમાં મોત

દિલ્હીમાં કોન્સ્ટેબલની હત્યા કરનાર આરોપીનું એન્કાઉન્ટરમાં મોત

દિલ્હી પોલીસના એક કોન્સ્ટેબલની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં શનિવારે રાત્રે પોલીસ અને બદમાશો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં એક આરોપીનું ગોળી વાગવાથી મોત થયું હતું, જ્યારે અન્ય એક આરોપી ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલ આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે બદમાશોએ એક કોન્સ્ટેબલ પર ચાકુ વડે હુમલો કર્યો હતો, જે બાદ હોસ્પિટલમાં લઈ જતી વખતે તેનું મોત થયું હતું. ઘટના સમયે આરોપીઓ નશામાં હતા અને કોન્સ્ટેબલે તેમને પકડવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ આરોપીઓએ તેમની હત્યા કરી નાખી.

કોન્સ્ટેબલ કિરણપાલની ચાકુ મારીને હત્યા કરી નાખી હતી

ગોવિંદપુરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા કોન્સ્ટેબલ કિરણપાલની શુક્રવારે રાત્રે બદમાશોએ હત્યા કરી નાખી હતી. આરોપીઓએ કોન્સ્ટેબલ કિરણપાલની ચાકુ મારીને હત્યા કરી નાખી હતી. નાઇટ પેટ્રોલિંગ દરમિયાન, કોન્સ્ટેબલ કિરણપાલે નશાની હાલતમાં બદમાશોને પકડ્યા હતા, જેઓ ચોરી કરવા જતા હતા. દરમિયાન દીપકે કોન્સ્ટેબલને પકડી લીધો હતો, જ્યારે રોકીએ તેના પર છરી વડે હુમલો કર્યો હતો. જોકે કોન્સ્ટેબલ કિરણપાલને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત થઈ ગયું.

subscriber

Related Articles