વડગામ તાલુકાના ચીસરાણા થી દાતા કુવારસી જતી જીપ અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા જીપ ગાડી પલ્ટી મારી ગઈ હતી. વાહન ચાલક ફરાર અકસ્માતમાં એક વ્યક્તિનું ધટના સ્થળે મોત નિપજ્યું હતું. વધુ ઈજાઓ પામનાર લોકોને વડગામના મોરીયા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. ત્યાથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પાલનપુર સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા તેમા એક વ્યક્તિની તબીયત લથડતા વધુ સારવાર માટે અમદાવાદ લઈ જતા રસ્તામાં મોત નિપજ્યું હતુ. આ ઘટનામા કુલ બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. પાંચ મજુરોને પાલનપુર સિવિલ ખાતે સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ વડગામ પોલીસ ને જાણ કરતા વડગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

- February 19, 2025
0
101
Less than a minute
You can share this post!
editor