થરાના જાણીતા વેપારી ગોવિંદભાઈ પટેલનું કરૂણ મોત થતાં અરેરાટી; બનાસકાંઠાના થરામાં બ્રિજ ઉપર અકસ્માતની ઘટના એકનું મોત થયું છે. ડમ્પર-કાર વચ્ચેના અકસ્માતમાં વેપારીનું મોત થયું છે. અકસ્માત થતાની સાથે લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટ્યા હતા.થરા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત; થરામાં બ્રિજ ઉપર અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેમાં કારમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત થયું છે. થરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ડમ્પર ચાલક વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતમાં ગોવિંદ ભાઈ વિસા ભાઈ પટેલનું મોત થયું છે. થરા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

