દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા સત્તારૂઢ આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધી ગઈ છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલિયાનની ધરપકડ કરી છે. કુખ્યાત ગેંગસ્ટર કપિલ સાંગવાન સાથેની વાતચીતની ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ આ ધરપકડ કરવામાં આવી છે. અહેવાલ મુજબ, વાતચીતમાં વેપારીઓ પાસેથી ખંડણીની રકમ વસૂલવાની ચર્ચા થઈ હતી.
કથિત ખંડણી કેસમાં ગેંગસ્ટર સાથેની વાતચીતનો આ મામલો એક વર્ષ જૂનો છે. આ ((એફઆઈઆર નંબર 191/23) કેસમાં, ક્રાઈમ બ્રાન્ચે પહેલા નરેશ બાલિયાનની અટકાયત કરી અને પછી તેની ધરપકડ કરી. તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને બાલિયાન અને કુખ્યાત ગેંગસ્ટર કપિલ સાંગવાન વચ્ચેની વાતચીતનો એક કથિત વીડિયો સામે આવ્યો અને તે પછી તમને જણાવી દઈએ કે કપિલ સાંગવાન ઉર્ફે નંદુ એક કુખ્યાત ગેંગસ્ટર છે અને દિલ્હી નજફગઢનો રહેવાસી છે.